માળિયાના કુંતાસી ગામે ઝેરી દવા પી ૮૫ વર્ષીય વૃદ્ધનો આપઘાત


કુંતાસી ગામમાં રહેતા ૮૫ વર્ષીય વૃદ્ધ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવારમાં વૃદ્ધનું મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
પ્રાપ્ત વિગતો મુજબ માળિયા તાલુકાના કુંતાસી ગામના રહેવાસી નાનજીભાઈ રવજીભાઈ ભાડજા (ઉ.વ.૮૫) વાળા ગત તા. ૨૮-૦૯ ના રોજ કોઈ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું છે માળિયા પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે