

હળવદમાં આધેડ મોટરસાયકલ લઈને જતા હોય કડીયાણા ગામ પાસે પહોંચતા બાઈક પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ ખાઈ ગયું હતું. જેમાં આધેડને માથા તથા શરીરનાં ભાગે ગંભીર ઈજા થતા તેઓનું મોત થયું હતું.
ઘટનાની વિગતો અનુસાર, વિપુલભાઇ હરજીભાઇ વઢરકિયા (ઉવ ૫૦) પોતાનુ મોટર સાયકલ નંબર-જી.જે.૩૬-એએમ-૮૨૮૦ વાળુ ચલાવી જતા હોય ત્યારે કડીયાણા ગામ પાસે દુધની ડેરી સામે રોડ ઉપર ગોલાઇ આવેલ હોય, જ્યાં મોટર સાયકલ પરનો કાબુ ગુમાવતા મોટર સાયકલ સ્લીપ ખાઇ પડી ગયું હતું. જેમા મરણ જનાર વિપુલભાઇને માથા તથા શરીરે ગંભીર ઇજા થતા તેમનું મોત થયું હતું.


