મોરબી જીલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે જીલ્લા કોંગ્રેસ સમિતિનું આવેદન

 

મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે અપૂરતો વરસાદ વરસ્યો છે જેથી ખેડૂતો અને માલધારીઓ પરેશાન થયા છે જેથી મોરબી જિલ્લાને ત્વરિત દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું છે

 

આવેદનમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં અપૂરતા પ્રમાણમાં વરસાદને પગલે ઘાસચારાની અછત ઉભી થઇ છે વરસાદના અભાવે મોરબી જીલ્લાના ખેડૂતો અને માલધારીઓ દયનીય સ્થિતિમાં મુકાઈ ગયા છે ઓછા વરસાદને કારણે ચોમાસું પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે ખેડૂતોને બિયારણ, ખાતર અને મજૂરીનો ખર્ચ માથે પડ્યો છે મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણી અને સિંચાઈના પાણીની અછત ઉભી થઇ સકે છે પશુધન અને ઘાસચારાની અછત પણ જોવા મળી રહી છે માલધારીઓને પોતાના પશુઓના નિભાવ મુશ્કેલ બન્યા છે અને પાક નિષ્ફળ જવાથી ખેડૂતો આર્થિક સંકટમાં મુકાઈ ગયા છે જેથી જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને ખેડૂતોના નુકશાનનું તાત્કાલિક સર્વે કરવી યોગ્ય પાક વળતર આપવામાં આવે. ખેડૂતોના કૃષિ ધિરાણ/લોન માફ કરવામાં આવે અને પશુઓને બચાવવા દરેક તાલુકા મથકે ઘાસચારા ડેપો શરુ કરવામાં આવે તેવી માંગ કરી છે

 

Leave A Reply

Your email address will not be published.