

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં છેતરપીંડીના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન છેતરપીંડીના ગુનામાં આરોપી અલ્પેશ વિનોદભાઈ ચૌધરી રહે સયાન પ્લોટ નં ૨૨૪ નીશાલ ફળિયું શેખપુશ રોડ જી. સુરત વાળો હાલ સુરત હોવાની બાતમી મળતા ટીમને સુરત રવાના કરી હતી અને આરોપી અલ્પેશ ચૌધરીને સુરતથી ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે