


ટંકારા તાલુકા વિસ્તારમાં જુદા જુદા ગામની સીમમાંથી જીઇબી થાંભલા પરથી એલ્યુમીનીયમ ઇલેક્ટ્રિક વાયરોની ચોરી કરતી ગેન્ગના એક ઈસમને ઝડપી લઈને પોલીસે ચોરી થયેલા વાયરો સહીત ૯.૨૯ લાખનો મૂળમાં કબજે લીધો છે
ટંકારા પોલીસ મથકમાં ગત તા. ૨૭ ફેબ્રુઆરીના રોજ સાવડી ગામની સીમ અર્ણેશશ્વર ફીડરના વીજવાયરના ૧૬ પોલ પરના એલ્યુમીનીયમ ૧૮૦૦ મીટર વાયર અને અન્ય બનાવમાં મીતાણા, હીરાસર, સરાયા ગામની સીમમાંથી વીજ વાયરની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી જે બે ફરિયાદ નોંધી ટંકારા પોલીસે તપાસ ચલાવી હતી વિવિધ ભંડાર ડેલાઓ પર ખાનગીમાં વોચ રાખી તેમજ ભંગારના ડેલાઓ ચેક કરવા અલગ અલગ ટીમો બનાવી તપાસ ચલાવી હતી જેમાં છતર-વાછ્કપર રોડ પર એક બોલેરો મેક્સી વાહન જીજે ૦૩ બીડબલ્યુ ૩૧૫૭ શંકાસ્પદ હાલતમાં મળી આવત બોલેરો ચેક કરતા એલ્યુમીનીયમ વાયરના ગુંચર મળી આવ્યા હતા અને બોલેરો ચાલક પાસે આધાર અને બીલ માંગતા નહિ હોવાનું જણાવ્યું હતું
જેથી પોલીસે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ટંકારાના સાવડી ગામની સીમમાંથી ચોરીની કબુલાત આપી હતી વધુ પૂછપરછ કરતા અલગ અલગ સમયે મીતાણા, હીરાપર, સરાયા ગામની સીમમાંથી થાંભલાના ચાલુ બંધ વાયર કાપી ચોરી કર્યાની કબુલાત આપી હતી જેથી ટીમે આરોપી કિશન મોહનલાલ ગુર્જર રહે રાજસ્થાન વાળાને ઝડપી લીધો છે અન્ય આરોપી કિશન આશારામ ગુર્જર, કૈલાશસિંગ ઉર્ફે જીવરાજસિંગ રાવત અને શ્રવણસિંગ રહે ત્રણેય રાજસ્થાન વાળાના નામો ખુલ્યા છે
ટંકારા પોલીસે એક ઈસમને ઝડપી લઈને એલ્યુમીનીયમ વાયર વજન આશરે ૪૬૫ કિલો રૂ ૧,૯૬,૦૦૦ તેમજ એલ્યુમીનીયમ ઢાળિયા અને વાયર મળી કુલ વજન ૯૨૫ કિલો રૂ ૩,૨૩,૭૫૦ મોબાઈલ ફોન નંગ ૦૧ કીમત રૂ ૧૦ હજાર અને બોલેરો વાહન કીમત રૂ ૪ લાખ સહીત કુલ રૂ ૯,૨૯,૭૫૦ નો મુદામાલ કબજે લીધો છે