મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે એ ઇવીએમ વેરહાઉસની મુલાકાત લીધી

                ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ચૂંટણીલક્ષી સાધન-સામગ્રીની સુરક્ષા અને જાળવણીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાના ભાગરૂપે મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા મોરબી ખાતે આવેલા ઇવીએમ વેરહાઉસની પ્રત્યક્ષ મુલાકાત લેવામાં આવી હતી.

                આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ વેરહાઉસ ખાતે સુરક્ષા બંદોબસ્ત, સીસીટીવી કેમેરા મોનિટરિંગ, રજીસ્ટર તથા અન્ય જરૂરી વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત, ચૂંટણીલક્ષી મશીનોના સ્ટોરેજ, તેની યોગ્ય જાળવણી અને સુરક્ષા ધોરણોનું પાલન ચકાસીને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી હતી.

Leave A Reply

Your email address will not be published.