માળિયા ભીમસર ચોકડીએ છરી બતાવી ત્રણ ઇસમોએ જાનથી મારી નાખવાની ધમકી આપી


ભીમસર ચોકડી પાસે હોળી નાળીયેર રમતા યુવાનને કારમાં આવેલ ત્રણ ઇસમોએ ગાળો આપ’ઈ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
માળિયા (મી.) ના વાધરવા ગામે રહેતા મિતરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૨૫) વાળાએ આરોપીઓ યુસુફ ઉર્ફે ભાણો સંધવાણી રહે ખીરઈ, કાસો સામતાણી રહે ચીખલી અને જુસબ રહે ખીરઈ એમ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી ભીમસર ચોકડીએ આવેલ જી કે હોટેલ ગ્રાઉન્ડમાં અન્ય મિત્રો સાથે હોળીનો તહેવાર હોવાથી નાળીયેરની રમત રમતા હતા ત્યારે આરોપીઓ અલ્ટો કાર લઈને આવી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ગાડી લઈને જતા રહ્યા હતા
જેથી ફરિયાદી સહિતના તેની પાછળ જતા આરોપીઓ જી કે હોટેલ ગ્રાઉન્ડમાં ઉભા હતા જેની સાથે વાતચીત કરતા આરોપીઓએ ઉગ્ર બોલાચાલી કરી ગાળો આપી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ઝઘડો કરવાના ઈરાદે ઈશ્કેરણી જનક વર્તન કર્યું હતું માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે