જેતપર ઉપવાસ આંદોલનને કિસાન સંઘનું સમર્થન, ખેડૂતોને ન્યાય માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

 

મોરબીના જેતપર ગામે ખેડૂતો સતત ૧૪ દિવસથી ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે દરમિયાન વિવિધ સંસ્થા અને ખેડૂતોનું સમર્થન મળી રહ્યું છે જેમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂત આંદોલનને સમર્થન આપવામાં આવ્યું છે તેમજ મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોને ન્યાય આપવા માટે માંગ કરી છે

 

ભારતીય કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું હ્ચે કે ભારતીય કિસાન સંઘ હમેશા ખેડૂતોના હિત અને અધિકારો માટે અગેસર રહ્યું છે મોરબી જીલ્લાના જેતપર ગામે વીજ પોલના પ્રશ્ને જે ખેડૂતો દ્વારા બિન રાજકીય ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે તે બાબતે કિસાન સંઘ વતી સરકારનું ધ્યાન દોરવા માંગીએ છીએ ખેડૂત પોતાની મહામુલી જમીન અને ઉભા પાકને બચાવવા મજબુર થઈને આકરા ઉનાળા-ચોમાસામાં ખુલ્લા આકાશ નીચે બેઠો હોય ત્યારે સંવેદનશીલ સરકારની ફરજ બને છે કે ખેડૂતોની વેદના સાંભળે

 

કિસાન સંઘ વતી સરકારને સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે કે વીજ કંપનીના અધિકારીઓની આવી મનસ્વી અને ખેડૂત વિરોધી નીતિઓ પર તુરંત લગામ કરવામાં આવે વિકાસ જરૂરી છે પરંતુ ખેડૂતોના ભોગે કે તેમના હિતોને નુકશાન કરીને થતો વિકાસ ક્યારેય સ્વીકાર્ય ના હોઈ સકે સરકાર આ બાબતે તુરંત હસ્તક્ષેપ કરે અને ઉચ્ચ અધિકારીઓ ને સ્થળ પર મોકલી, ખેડૂત સાથે યોગ્ય સંવાદ સાધીને વહેલામાં વહેલી તકે આ પ્રશ્નનો સુખદ અને ન્યાયિક ઉકેલ લાવે તેવી માંગ કરવામાં આવી છે

 

Leave A Reply

Your email address will not be published.