મોરબી જીલ્લાની ૫૯૦ શાળાઓમાં મેલેરિયા નાબુદી અભિયાન

ગુજરાત સરકાર દ્વારા તા. ૮ થી ૧૦ જુન દરમિયાન સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત મોરબી જીલ્લામાં પણ ૫૯૦ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવેલ જે પ્રવેશોત્સવ દરમિયાન મોરબી જીલ્લાની તમામ ૫૯૦ શાળાઓમાં મેલેરિયા મુક્ત ગુજરાત ૨૦૨૨ અભિયાન અંગે લોકજાગૃતિ લાવવા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન તમામ ૫૯૦ શાળાઓમાં પ્રવેશોત્સવમાં હાજર રહેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને ગામના સરપંચ તથા આગેવાનો અને ગ્રામજનોમાં જીલ્લા પંચાયતના આરોગ્ય શાખા દ્વારા દરેક શાળાના કાર્યક્રમમાં ઉદ્ઘાટક અને મહેમાનો દ્વારા મેલેરિયા મુક્ત ગુજરાત અંગે માહિતી આપવામાં આવી હિત જેમાં મેલેરિયા શું છે, મેલેરિયા શેના દ્વારા થાય છે. કેવી રીતે ફેલાય છે તેમજ મેલેરિયા અટકાવવા શું શું અને કેવા કેવા પગલા લેવા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ સાથે વિદ્યાર્થીઓ, વાલીઓ અને દરેક નાગરિકને અભિયાનમાં જોડાવા અને મોરબીને મેલેરિયા મુક્ત કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું.

Comments
Loading...
WhatsApp chat