

મોરબીના નેક્સસ સિનેમા કેમ્પસમાં આવેલ હોટેલ નેચ્યુંન માનસિંહ ઇન ખાતે આજે લીગલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગૃહ વિભાગના ડાયરેકટોરેટ ઓફ પ્રોસીક્યુશન અંબાલાલ આર. પટેલ દ્વારા લીગલ સેમીનારમાં રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જીલ્લાના પોલીસ અધિકારીઓ, સરકારી વકીલો અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટને કાયદાકીય તાલીમ આપવામાં આવી હતી
લીગલ સેમીનારમાં ગંભીર ગુનાઓની તપાસમાં કચાશ ના રહે અને ગુનેગારોને સખ્ત સજા થાય તે માટે વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવા અને કોર્ટમાં સચોટ પુરાવાઓ રજુ કરવા અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જે સેમીનારમાં મોરબી જીલ્લા પોલીસવડ, ત્રણ ડીવાયએસપી, પોલીસ ઇન્સ્પેકટરો, અન્ય જીલ્લાના પોલીસ અધિકારીઓ અને સરકારી વકીલો ઉપસ્થિત રહ્યા હતા
તાલીમ કાર્યક્રમમાં કાયદાકીય પ્રક્રિયાની બારીકાઈઓ સમજાવતા અનેક વિષયો આવરી લેવામાં આવ્યા હતા પંચનામું કે નકશો કેવી રીતે બનાવવો, ઈજાગ્રસ્તની સારવારનું મેડીકલ સર્ટીફીકેટ ડોકટરે કઈ રીતે તૈયાર કરવું, પોસ્ટમોટર્મ નોટ તૈયાર કરવાની યોગ્ય રીતે અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ પોક્સો એક્ટ હેઠળના કેસો અને NDPS કેસોમાં આરોપીઓ છૂટી ના જાય માટે કોર્ટ સમક્ષ મજબુત પુરાવા રજુ કરવાની પ્રક્રિયા વિષે સમજણ પૂરી પાડવામાં આવી હતી
