એલસીબી ટીમે વાહન ચેકિંગ દરમિયાન શું કરી કાર્યવાહી, જાણો અહી

જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચનાથી ઇન્ચાજ પી.આઈ.ભરતસિંહ પરમારની આગેવાની હેઠળની એલસીબી ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કર્યું હતું જેમાં મેરામ ભગા બોરીચા રહે. રવાપર રોડ વાળો કૈફી દ્રવ્ય પીને મોટરસાયકલ ચલાવતા, વિનોદ સામંત ઇન્દરીયા રહે. સ્મશાન રોડ મોરબી વાળો કૈફી દ્રવ્ય પીને રીક્ષા ચલાવતા, વિક્રમ સુરેશ થારોગીયા રહે. આમરણ વાળાઓ કૈફી દ્રવ્ય પીને એકટીવા ચલાવતા તેમજ ભગવાનજી માણસુર બોરીચા રહે. કાલિકા પ્લોટ વાળાઓ કૈફી દ્રવ્ય પીને જાહેરમાં બકવાસ કરતા મળી આવ્યા હતા તેમજ રમેશ ડામોર રહે. ગ્રીન ચોક મોરબી વાળો પણ કૈફી દ્રવ્ય પીને જાહેરમાં બકવાસ કરતા મળી આવતા એલસીબી ટીમે કૈફી દ્રવ્ય પીને ચલાવતા વાહનચાલકો તેમજ કૈફી દ્રવ્ય પીધેલા ઇસમોને ઝડપીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે તે ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારમાં ચેકિંગ દરમીયાન ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર છ વાહન એમ.વી.એક્ટ મુજબ ડીટેઈન કરવામાં આવ્યા છે.

 

Comments
Loading...
WhatsApp chat