જેતપર ઉપવાસ આંદોલન : વધુ એક આંદોલનકરીની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડ્યા



મોરબીના જેતપર ગામે ચાલી રહેલા ઉપવાસ આંદોલનના ૧૩ માં દિવસે મંગળવારે રાત્રીના વધુ એક ઉપવાસીની તબિયત લથડી હતી જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
મોરબીના જેતપર ગામે વીજલાઇન વળતર મુદે ખેડૂતો દ્વારા ૧૩ દિવસથી ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યા છે આજે ઉપવાસ આંદોલનનો ૧૪ મો દિવસ છે દરમિયાન ૧૩ માં દિવસે મોડી સાંજના સમયે ઉપવાસ પર બેસેલા વાંકિયા ગામના મહેશભાઈ ચતુરભાઈ મારવાણીયાની તબિયત લથડી હતી સવારથી ઉપવાસ કરી રહેલા મહેશભાઈની તબિયત રાત્રીના બગડી હતી જેથી સારવાર માટે જેતપર હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા