વાંકાનેરના રાતાવીરડા નજીક ફેકટરીમાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવાનનું મોત

 

રાતાવીરડા ગામ નજીક આવેલ ફેકટરીમાં કામ કરતા ૨૬ વર્ષીય યુવાનને વીજશોક લાગતા મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

 

મૂળ મધ્યપ્રદેશ હાલ વાંકાનેર ટાળૂઁઆ રાતાવીરડા ગામની સીમમાં આવેલ સ્પેકોન ટાઈલ્સમાં રહીને કામ કરતા રીતેશ પ્રેમનારાયણ વર્મા (ઉ.વ.૨૬) નામના યુવાન ફેકટરીમાં કામ કરતા હોય ત્યારે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા ઈજા પહોંચતા સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું છે વાંકાનેર તાલુકા પોલીસે બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.