મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં જયસુખ પટેલ કોર્ટમાં હાજર રહ્યા, ૨૯ એપ્રિલની નવી મુદત

 

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં આજે કોર્ટની મુદત હોય જેથી આરોપી જયસુખભાઈ પટેલ આજે કોર્ટમાં હાજર રહયા હતા અને વધુ સુનાવણી માટે ૨૯ એપ્રિલની તારીખ આપવામાં આવી છે

 

ઝૂલતો પુલ કેસમાં અગાઉ ઓરેવા ગ્રુપના મેનેજર સહિતના નવ આરોપીને ઝડપી લીધા બાદ ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલે પણ શરણાગતિ સ્વીકારી હતી અને કોર્ટ સમક્ષ સરન્ડર કરતા તેમની ધરપકડ કરી રિમાન્ડ મેળવી પૂછરપછ કર્યા બાદ જેલહવાલે કરવામાં આવ્યા હતા જે દુર્ઘટના મામલે મોરબી કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોય જેની આજે મુદત હોવાથી આરોપી જયસુખ પટેલને કોર્ટમાં હાજર રાખવામાં આવ્યા હતા અને કોર્ટે ૨૯ એપ્રિલની નવી તારીખ આપતા વધુ સુનાવણી ૨૯ એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે

 

Leave A Reply

Your email address will not be published.