

વાંકાનેરમાં ભમરીયા કુવા પાસે ગેસની દુકાનમાં એક ઇસમ ગેરકાયદે ગેસ રીફીલીંગ કામગીરી કરતો હતો જેને પોલીસે ઝડપી લઈને ૧૦,૩૦૦ નો મુદામાલ કબજે લીધો છે
વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ભમરીયા કુવા પાસે હુસેની ગેસ રીપેર નામની દુકાનમાં આરોપી અલી ફકરૂદિન મીઠાઈવાલા પોતાની દુકાનમાં ગેરકાયદે પોતાના અંગત ફાયદા સારૂ એલપીજી ગેસ ભરેલ બાટલામાંથી અલગ અલગ બાટલામાં નળી અને રેગ્યુલેટર નળી અને રેગ્યુલેટર મારફત ગેસ રીફીલીંગ કરતો હતો પોલીસે બાટલા નંગ ૦૩, ઇલેક્ટ્રિક ડીજીટલ વજન કાંટો અને ગેસ રીફીલીંગ માટે નળી રેગ્યુલેટર સહીત કુલ રૂ ૧૦,૩૦૦ નો મુદામાલ કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે




