


મોરબી જીલ્લા પોલિસ વડા દ્વારા પીએસઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા પાંચ પીએસઆઈની બદલી કરી તાત્કાલિક ચાર્જ સંભાળવા આદેશ કરવામાં આવ્યો છે

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા પાંચ પીએસઆઈની આંતિરક બદલી કરવામાં આવી છે જેમાં માળિયા પોલીસ મથકના પીએસઆઈ તરીકે ફરજ બજાવતા એન.બી.ડાભીને પોલીસની મહત્વની શાખા એવી એલસીબી બ્રાંચમાં મુકવામાં આવ્યા છે તો મોરબી એ ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈ એન.એ.ચુડાસમાને માળિયા પોલીસ મથકમાં મુકાયા છે અને મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં (એટેચ-એમ.ઓ.બી.)માં ફરજ બજાવતા કે.એચ.રાવલને વાંકાનેર તાલુકા પોલીસમાં, મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરજ બજાવતા એન.એ.શુક્લને એમ.ઓ.બી મોરબી તથા વાંકાનેર તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એલ.એન.વાઢીયાને મોરબી સીટી બી ડીવીઝન પોલીસમાં મુકાયા છે.