સુરેન્દ્રનગરની દયામયી માતા સ્કૂલની અનુષ્કાની રમતગમત ક્ષેત્રે શાનદાર સિદ્ધિ

આર્ટિસ્ટિક યોગ અને ઈન્ડિવિજ્યુઅલ યોગમાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન; વડોકાઈ કરાટેમાં પણ પ્રથમ સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું

 

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરની દયામયી માતા સ્કૂલની પ્રતિભાશાળી વિદ્યાર્થીની અનુષ્કાએ યોગ અને કરાટે ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે. અનુષ્કાએ SGFI માં આર્ટિસ્ટિક યોગ (Artistic Yoga) તથા ખેલ  મહાકુંભ માં ઈન્ડિવિજ્યુઅલ યોગ (Individual Yoga) સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

જિલ્લા કક્ષાની સ્પર્ધામાં અનુષ્કાએ પોતાની લવચીકતા, સંતુલન, એકાગ્રતા અને યોગકૌશલ્યનું પ્રભાવશાળી પ્રદર્શન કરતાં ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયનનો ખિતાબ હાંસલ કર્યો છે. આ સિદ્ધિ સાથે તેણે રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે ક્વોલિફાય થવાની પણ સફળતા મેળવી છે. આ ઉપરાંત અનુષ્કાએ વડોકાઈ કરાટે સ્પર્ધામાં પણ શાનદાર રમત દાખવી પ્રથમ સ્થાન મેળવી બે અલગ-અલગ રમતગમત ક્ષેત્રે પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે.

અનુષ્કાની આ દ્વિગણી સિદ્ધિ બદલ દયામયી માતા સ્કૂલના શિક્ષકો, પરિવારજનો તથા રમતગમતપ્રેમીઓએ અભિનંદન પાઠવ્યા છે. રાજ્ય કક્ષાની આગામી સ્પર્ધામાં પણ અનુષ્કા વધુ શ્રેષ્ઠ પ્રદર્શન કરી સુરેન્દ્રનગરનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

 

મયુર રાવલ હળવદ

 

Leave A Reply

Your email address will not be published.