

વાંકાનેરના ભીમગુડા ગામે બેલાની ખાણમાં ડૂબી જતા આધેડનું મોત
ભીમગુડા ગામની સીમમાં આવેલ બેલાની ખાણમાં કામ કરતી વખતે ૪૭ વર્ષના આધેડને ઇલેક્ટ્રિક શોક લાગતા પાણી ભરેલા ખાણમાં પડી જતા ડૂબી જતા મોત નીપજ્યું છે
મૂળ યુપીના વતની હાલ વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામની સીમમાં બેલાની ખાણમાં મજુરી કરતા સુનીલકુમાર જગતનારાયણ બિંદ (ઉ.વ.૪૭) નામના આધેડ ખાણમાં કામ કરતા હોય ત્યારે અકસ્માતે વીજશોક લાગતા બાજુમાં આવેલ ૨૫ ફૂટ ઊંડી પાણી ભરેલ ખાણમાં પડી જતા ડૂબી જતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
ટંકારાના કોઠારિયા ગામે ઝેરી દવા પી લેતા પરિણીતાનું મોત
કોઠારીયા ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતી ૩૫ વર્ષીય પરિણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી સારવારમાં મોત થયું હતું
મૂળ મધ્યપ્રદેશ હાલ ટંકારાના કોઠારિયા ગામે રહીને કામ કરતા મડીબાઈ નવલસિંહ બુંદેડીયા (ઉ.વ.૩૫) નામની પરિણીતાએ પોતાની જાતે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા મોત થયું હતું ટંકારા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
ટંકારાના ધ્રુવનગર ગામની સીમમાં ખેતરમાં છાંટવાની દવા પી લેતા આધેડનું મોત
ધ્રુવનગર ગામમાં ખેતરમાં છાંટવાની દવા પી લેતા ૫૦ વર્ષીય આધેડનું સારવાર દરમીયાન મોત થયું હતું ટંકારા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
મૂળ મધ્યપ્રદેશના વતની હાલ ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતા લક્ષ્મણભાઈ વેલજીભાઈ માવી (ઉ.વ.૫૦) નામના આધેડ કોઈ કારણોસર ખેતરમાં છાંટવાની દવા પી લેતા સારવાર માટે હોસ્પીત્લા ખસેડાયા હતા સારવારમાં મોત થયું છે પોલીસે બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે