મોરબી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામો અને સોસાયટીના મકાન માલિકો પાસેથી વધુ ટેક્ષ ઉઘરાણાની રાવ


મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મેયરને લેખિત રજૂઆત
મોરબીના રવાપર, મહેન્દ્રનગર, ત્રાજપર, શકત શનાળા સહિતના ગામો તેમજ અન્ય સોસાયટીઓનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે જ્યાં મકાન માલિકો પાસેથી વધુ ટેક્ષ લેવાતો હોવાની ફરિયાદો ઉઠતા ગ્રાહક સુરક્ષા મંડળે મેયરને પત્ર લખ્યો છે
મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતાએ મહાનગરપાલિકાના મેયરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબીના ગ્રામ્ય વિસ્તાર રવાપર, મહેન્દ્રનગર, ત્રાજપર, શકત શનાળા અને અન્ય વિસ્તારનો ૨૦૨૫ થી મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવતા સમાવેશ કરવામાં આવ્યો ચેહ હવે ત્રાજપર સર્વેમાં ફ્લોરા હોમ્સ, નટવર પાર્ક, વૃંદાવન પાર્ક તેમજ મહેન્દ્રનગરના સર્વેમાં આવતી તમામ સોસાયટીના ગ્રાહકોએ વર્ષ ૨૦૨૫ સુધીનો હાઉસ ટેક્ષ ભ્ર્પાક કરી દીધો છે
તમામ સોસાયટીઓને ક્યારે પણ જાણ કરવામાં આવી નથી કે વર્ષ ૨૦૧૩ થી મોરબી મહાનગરપાલિકામાં આવો છો જયારે મહાપાલિકા આવી એટલે મકાનધારકો પાસેથી ટેક્ષ ઉઘરાણી શરુ કરવામાં આવી છે અને નહિ ભરો તો પીવાના પાણી અને ગટર કનેક્શન કાપી નાખવામાં આવશે તેવી ધમકીઓ આપવામાં આવી રહી છે જે ધમકીઓને પગલે આસામીઓ પાસેથી રૂ ૪૫ હજાર કે તેની આજુબાજુની રકમ ભરવા દબાણ કરવામાં આવી રહ્યું છે ગ્રાહકો એટલે કે મિલકત ધારકોએ આવો ઉંચો ટેક્ષ ભરપાઈ કરેલ પણ છે પરંતુ મહાપાલિકા ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવેલ છે તો ટેક્સ પણ ૨૦૨૫ ના વર્ષથી વસૂલવો જોઈએ તેવું ગ્રાહકો ખી રહ્યા છે
૨૦૨૫ સુધીનો ટેક્ષ દરેક આસામીઓએ જે તે ગ્રામ પંચાયતમાં ભરપાઈ કરી દીધો છે તો મહાપાલિકા ૨૦૧૩ થી કઈ રીતે ઉચો ટેક્ષ વસુલી સકે ? જેથી ૨૦૧૩ થી વસુલવામાં આવેલ ટેક્ષ પરત મળવો જોઈએ તેવું દરેક ગ્રાહકોનું માનવું છે જેથી તમામ મકાન માલિકો વતી ગ્રાહક સુરક્ષા મંડળે રજૂઆત કરી છે