મોરબીમાં રૂ. ૨૨.૧ કરોડના ખર્ચે અને હળવદમાં રૂ. ૯.૬ કરોડના ખર્ચે નવનિર્મિત રમતગમત સંકુલનું લોકાર્પણ

 

મોરબીમાં ન્યૂ એરા સ્કૂલ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વર્ચ્યુઅલ અધ્યક્ષસ્થાને તથા શ્રમ અને રોજગાર મંત્રી  કાંતિભાઈ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિમાં મોરબી જિલ્લા કક્ષાના રૂ. ૨૨.૧ કરોડના ખર્ચે નિર્મિત રમતગમત સંકુલ તથા હળવદ તાલુકા કક્ષાના રૂ. ૯.૬ કરોડના ખર્ચે નિર્મિત રમતગમત સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના “શક્તિદૂત-૨.૦” કાર્યક્રમનું પણ જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વિવિધ સુવિધાઓ…

મોરબી જિલ્લા કક્ષાના આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમતવીરો માટે વિવિધ ઇન્ડોર અને આઉટડોર રમતગમતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં બેડમિન્ટન, ૧૦ મીટર શૂટિંગ રેન્જ, જિમ્નેશિયમ, ટેબલ ટેનિસ, ઇન્ડોર બાસ્કેટબોલ, બોર્ડ ગેમ્સ ઉપરાંત ૨૦૦ મીટર સિન્થેટિક એથ્લેટિક ટ્રેક, વોલીબોલ, સિન્થેટિક ટેનિસ કોર્ટ, સિન્થેટિક બાસ્કેટબોલ, ખો-ખો, કબડ્ડી, હોકી અને આર્ચરી જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.

 

હળવદ તાલુકા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પણ આધુનિક સુવિધાઓ…

હળવદ ખાતે નિર્માણ પામેલા તાલુકા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બેડમિન્ટન, ૧૦ મીટર શૂટિંગ રેન્જ, ટેબલ ટેનિસ જેવી ઇન્ડોર સુવિધાઓ ઉપરાંત એથ્લેટિક ટ્રેક, વોલીબોલ, કબડ્ડી અને ખો-ખો જેવી આઉટડોર રમતગમતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

 

Leave A Reply

Your email address will not be published.