

મોરબીના ઇન્દીરાનગર વિસ્તાર માં દબાણ હટાવવા મુદ્દે દલિત મહિલાએ આજેમામલતદાર કચેરી પાસે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે મહિલા ની અગાઉથી આત્મ વિલોપન ની ચીમકી ના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને એમ્બ્યુલન્સ નો સ્ટાફગોઠવી દેવાયો હતો ત્યારે મહિલા આત્મવિલોપન કરે તે પહેલા પોલીસે તેને અટકાવીને પોલીસ સ્ટેશન લઇ જઈને ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી હતી
મોરબીના સામાકાંઠા વિસ્તાર માં આવેલ ઇન્દીરાનગર માં રહેતા ઉજીબેન પરમાર નામનામહિલા નું મકાન ગેરકાયદેસર હોવાથી સ્થાનિક તંત્ર એ જે તે વખતે તે મકાન નું ડીમોલેશનકરી નાખ્યું હતું પરંતુ મહિલાનો એવો આરોપ હતો કે ઇન્દીરાનગર માં ૩૮૮ ગેરકાયદેસરમકાનો છે તેથી તંત્ર કિન્નાખોરી રાખીને તેમના મકાન નું દબાણ દુર કરીને બાકીનાગેરકાયદેસર મકાનો સામે કોઈ કાર્યવાહી કરી ન હતી આ દબાણો હટાવવા અને પોતાને ન્યાય આપવા માટે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહ્યા છે અનેક વખત મામલતદારઅને કલેકટર ને રજુઆતો કરી હોવા છતાં પરિણામ શુન્ય રહેતા તેઓ ભારે હતાશ થયા હતાજો કે કલેકટરે તમામ દબાણો હટાવવાનો આદેશ આપ્યો હતો તેમ છતાંકોઈ કાર્યવાહી ના થતા મહિલાએ ૧૫ દિવસ પૂર્વે મામલતદારને લેખિત પત્ર પાઠવીને ન્યાયની માંગ કરી હતી અને ન્યાય ના મળે તો આજે તા. ૨૫ ના રોજ તે આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી જેને પગલે આજે બી ડીવીઝન પોલીસ સવારથી જ સેવાસદન ખાતે પહોંચી હતી અને મહિલા આત્મવિલોપન કરે તે પૂર્વે જ તેની અટકાયત કરીને પોલીસ મથકે લઇ જવામાં આવી હતી. મોરબીના ઇન્દીરાનગરની મહિલા ઘણા સમયથી તંત્ર સામે લડત ચલાવી રહી છે અને ન્યાય નહિ મળતા મહિલાએ આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારી હતી જોકે તેને સમયસર રોકી લેવામાં સફળતા મળી છે તેમજ મામલતદારે ઝડપી કાર્યવાહીનું આશ્વાસન પણ આપ્યું હતું.