

લાયન્સ કલબ ઓફ મોરબી જ્યુપીટરએ આંતરરાષ્ટ્રીય સેવાભાવી સંસ્થા લાયન્સ કલબ ઓફ ઇન્ટરનેશનલનો એક ભાગ છે.જે વિવિધ સેવાકીય પ્રવુતિ જેવી કે કુદરતી આફત સમયે મદદ,જરુરીયાદ મંદોને દવા વિતરણ,રાહતદરે નોટબુક વિતરણ,રક્તદાન કેમ્પ,રાશન કીટ અને વ્રુક્ષારોપણ તથા સ્વસ્છ ભારત અભિયાન કાર્યક્રમનું આયોજન કરેલ છે.જેના ભાગ રૂપે આજ રોજ મોરબી શહેરમાં ૫૦૦ જેટલી કચરા ટોપલીનું વિતરણ વિના મુલ્યે કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લાયન્સ કલબના પ્રમુખ કિશોર હિરાણી,સેક્રેટરી કશ્યપ ત્રિવેદી,પ્રોજેક્ટ ચેરમેન જનક હિરાણી સહિત લાયન્સ કલબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.