મોરબીમાં ત્રણ સ્થળે જીલ્લા ભાજપ દ્વારા સ્વાઇન ફ્લુ પ્રતિરોધક ઉકાલાનું વિતરણ

મોરબી જિલ્લા ભાજપ દ્વારા સ્વાઇન ફલૂ રોગચાળા સામે લોકોને રક્ષણ મળે તે હેતુથી આજે મોરબી શહેરમાં ત્રણ સ્થળે સ્વાઇનફ્લુ પ્રતિરોધક ઉકળાનું વિતરણ કરવામાં આવશે.જેમાં આજ સવારે 9 વાગ્યાથી મોરબીના નગર દરવાજા ચોક, નવા બસ સ્ટેન્ડ  તથા નરસંગ ટેકરી મંદિર ખાતે સ્વાઇનફ્લુ પ્રતિરોધક ઉકળાનું વિતરણ કરવામાં આવશે.આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા,સાંસદ મોહન કુંડારિયા ખાસ હાજર રહ્યા હતા જે મોરબી જીલ્લા ભાજપની યાદીમાં જણાવ્યું છે.

 

 

Leave A Reply

Your email address will not be published.