


હળવદના ભલગામડા ગામે વાડીમાં પ્રવેશ કરી આધેડ સહિતનાને આઠ શખ્સોએ ગાળો આપી માર મારી ઈજા પહોચાડી હોવાની ફરિયાદ હળવદ પોલીસમાં નોંધાઈ છે.
હળવદના ભલગામડા ગામે રહેતા વિહાભાઈ જલાભાઇ ધ્રાંગીયા એ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ઇન્દ્રજીતભાઈ પંચાણભાઈ ભાટિયા અને યુવ્રજ્ભાઈ પંચાણભાઈ ભાટિયા એ વિહાભાઇની વાડીમાં પ્રવેશ કરી ગાળો આપી મારી નાખવાની ધમકી આપી બાદમાં આરોપી પ્રવીણભાઈ બનેસંગભાઈ ભાટિયા, ગણપતભાઈ ધનશ્યામભાઈ ભાટિયા અને મહાવીર ઉર્ફે મુનો નારાયણભાઈ ભાટિયા એ આવી વિહાભાઈ અને દીકરાને ગાળાઓ આપી મારી નાખવાની ધમકી આપી આરોપી ઉમેદભાઈ પ્રવીણભાઈ ભાટિયા, જયપાલભાઈ કાળુંભાઈ ભાટિયા અને એક અજાણ્યા ઇસમે આવીને વિહાભાઇ અને તેના ભત્રીજાને ગાળો આપી લોખંડના પાઈપ વડે માર મારી ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.