ફેસબુકના વપરાશ કરતા લોકોએ ખાસ ધ્યાન રાખવું નહીતર ભોગવવાનો વારોં આવશે

 

સોસીયલ મીડિયા પર લોભામણી જાહેરાતો થકી છેતરપીંડીના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે યુવાનને હિન્દુસ્તાન યુનીલીવર કંપનીની જાહેરાત આવેલ બાદ ડીલરશીપ ના નામે લાખો રૂપિયા ઓળવી ગયા હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસમાંનોંધાઈ છે.

 

મોરબીના અમરનગર ગામે રહેતા સહદેવસિંહ હાલુભા ઝાલા એ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૫-૦૯ ના રોજ સહેદ્વસિંહના ફેસબુક એકાઉન્ટ પર હિન્દુસ્તાન યુનીલીવર લીમીટેડ કંપનીની જાહેરાત આવેલ હોય જે જાહેરાત સહેદ્વસિંહ એ ઓપન કરતા ઈ મેઈલ આઈડી ઉપર approved@hulpatners.com support@unileverpartners.in પરથી ઈ મેઈલ આવેલ અને આરોપી મોબાઈલ ધારકો (૧) ૮૫૮૫૦૪૨૫૭૩ તથા (૨) ૯૦૩૮૨ ૦૭૩૧૫ તથા (૩) Utkarsh small finance  બેંક એકાઉન્ટ નંબર 1408017645948701 તથા (૪) Kotak BANK એકાઉન્ટ નંબર 3048619142  તથા (૫) Union bank એકાઉન્ટ નંબર 529602010009665  ના ધારક તથા તપાસમાં ખુલે તેને ઈ મેઈલમાં સહેદ્વસિંહને જણાવેલ કે તમારે હિન્દુસ્તાન યુનીલીવર લીમીટેડ કંપનીની ડીલરશીપ લેવાની હોય તો ઈમેઈલમાં મોકલેલ ફોર્મ ભરીને મોકલો જેથી સહદેવસિંહે એ પોતાની પત્ની શીતલબા સહદેવસિંહ ઝાલાના નામે ફોર્મ ભરી ઈ મેઈલ મોકલી આપેલ હતું અને આ ફોર્મમાં રૂ.૫૦,૦૦,૦૦૦ ડીલરશીપ પેટે રોકાણ કરવાનું જણાવેલ હોય બાદમાં support@unileverpartners.in પરથી સહેદ્વસિંહના ઈ મેલ પર મેલ આવેલ અને જણાવેલ કે તમારી શીતલબા સહદેવસિંહ ઝાલાના નામે ડીલરશીપ મંજુર થઇ ગયેલ હોય તો તમે તમારા ઈ મેઈલ આઈડીમાં મોકલેલ ઉત્કર્ષ સ્મોલ ફાયનાનસ બેંકના એકાઉન્ટ નંબર વાળા ખાતામાં રોકાણ પેટે રૂ.૫૦,૦૦,૦૦૦ જમા કરવાનું જણાવી જેથી સહદેવસિંહ એ હા કહેતા આરોપીઓએ મળી કાવતરું રચી લોભામણી લાલચ આપી સહદેવસિંહનો વિશ્વાસ કેળવી ડીલરશીપ મંજુર થઇ ગયેલ હોવાનું  ખોટું જણાવી અલગ અલગ તારીખે આરોપીઓએ બેંક એકાઉન્ટમાં રૂ.૪૧,૭૧,૫૦૦ નું રોકાણ કરેલ હોય અને આરોપીઓએ સહદેવસિંહને બાકીના રૂપિયા ભરશો તો જ ડીલરશીપ મળશે જેથી અવારનવાર મોબાઈલ દ્વારા કહેલ કે મેં રોકાણ કરેલ રૂ.૪૧,૭૧,૫૦૦ મને પરત આપી ડો તેમ છતાં આરોપીઓએ પરત નહિ આપી છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

 

Leave A Reply

Your email address will not be published.