મોરબી મહાપાલિકા કચેરીએ હિંદુ સંગઠનોનું હલ્લાબોલ, ગેરકાયદે કતલખાના મામલે વિરોધ પ્રદર્શન

બે કલાકથી હિંદુ સંગઠનોનો કમિશ્નર કચેરી બહાર અડીંગો હનુમાન ચાલીસા પાઠ કરી તંત્ર સામે વિરોધ પ્રદર્શન કરાયું

            મોરબી મહાનગરપાલિકા કચેરી દ્વારા ગઈકાલે ખાટકીવાસ વિસ્તારમાં ગેરકાયદે નોનવેજ વેચાણ કરનાર બે દુકાનો સીલ કર્યાની કામગીરી ઓછી અધુરી હોય અને માત્ર આશ્વાસન સમાન હોવાથી હિંદુ સંગઠનોનો રોષ ભભૂક્યો છે નક્કર કામગીરી કરવાને બદલે તંત્ર માત્ર દેખાડો કરતા હોવાના આક્ષેપો સાથે આજે હિંદુ સંગઠનના ભાઈઓ-બહેનોએ મહાપાલિકા કચેરીએ હલ્લાબોલ કરી વિરોધ નોંધાવ્યો 

            મોરબી વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દલ અને દુર્ગા વાહિની સહિતના હિંદુ સંગઠનના ભાઈઓ-બહેનોએ મહાનગરપાલિકા કચેરીએ હનુમાન ચાલીસા પાઠ કરી વિરોધ નોંધાવ્યો હતો તેમજ બે કલાક જેટલા સમયથી કમિશ્નર કચેરી બહાર બેસી ધરણા આપવામાં આવી રહ્યા છે વિરોધ પ્રદર્શન અંગે વિશ્વ હિંદુ પરિષદ મોરબી જીલ્લા અધ્યક્ષ જીલેશ કાલરીયાએ જણાવ્યું હતું કે શક્તિ ચોકમાં ગેરકાયદેસર કતલખાના મામલે લાંબા સમયથી આવેદન આપી રજૂઆત કરવા છતાં નક્કર કામગીરી કરવામાં આવતી નથી હિંદુ સંગઠનો અને સ્થાનિકોએ તંત્રને આવેદન આપ્યું હતું મંદિરના દરવાજા બહાર કતલ થયેલા પશુના અવશેષો મળી આવતા હિંદુ સમાજમાં નારાજગી છે જેથી સંતોષકારક જવાબ ના મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું તેમજ કમિશ્નરે બહાર આવી હાલ તેઓ કામમાં વ્યસ્ત હોય અને બાદમાં વાત કરીશું તેમ કહ્યું હતું તેમજ ફરજમાં રૂકાવટ અંગે કાર્યવાહી કરવાની ગર્ભિત ધમકી આપી હતી પરંતુ હિંદુ સંગઠનો આવી ધમકીથી ડરતા નથી તેમ જણાવ્યું હતું

            વિશ્વ હિંદુ પરિષદ શહેર પ્રમુખ કમલેશ બોરીચાએ જણાવ્યું હતું કે હિંદુ સંગઠનોએ અલ્ટીમેટમ આપ્યું હતું જેથી બે દુકાનો સીલ કરી છે જે બે દુકાનો સીલ કરી છે તેમાંથી એક દુકાનમાં ૨ શટર છે જેથી એક તરફ શટર બંધ કરવાની કોઈ ફર્ક નથી પડતો વિસ્તારમાં મંદિર આસપાસ, ગટરમાં લોહીની નદીઓ જોવા મળે છે તંત્ર માત્ર આશ્વાસન આપવા પુરતી કામગીરી કરે છે વિસ્તારમાં તાત્કાલિક સીસીટીવી કેમેરા લગાવો જેથી સત્ય બહાર આવી સકે મહાનગરપાલિકાના ૫૨ કોર્પોરેટરની સહી કરી હતી તે તમામ પણ જનતાના પ્રતિનિધિ હોવાથી અમારી લડતમાં જોડાય તેમ જણાવ્યું હતું તેમજ કમિશ્નર કામ કરતા ના હોય તો કામ ના કરે તેવા કમિશ્નરની મોરબીવાસીઓને જરૂરત નથી તેમ જણાવ્યું હતું

 

Leave A Reply

Your email address will not be published.