મોરબી : સાધુ વાસવાણીની જન્મ જયંતીના દિવસે કતલખાનાઓ બંધ રખાવવા રજૂઆત
સાધુ વાસવાણી સેન્ટર દ્વારા મહાપાલિકાના કમિશ્નરને લેખિત આવેદન પાઠવી માંગ





તા. ૨૫ નવેમ્બરના રોજ સાધુ વાસવાણીની જન્મ જયંતી નિમિતે મોરબી શહેરમાં તમામ કતલખાના અને નોનવેજ વેચાણ બંધ રખાવવાની માંગ સાથે સાધુ વાસવાણી સેન્ટર (સૌરાષ્ટ્ર) દ્વારા મોરબી મહાનગરપાલિકા કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે
લેખિત આવેદનમાં જણાવ્યું છે કે ગુજરાત સરકારના ૨૪ એપ્રિલ ૧૯૮૯ ના સર્ક્યુલર મુજબ દર વર્ષે ૨૫ નવેમ્બરના રોજ કતલખાના અને નોન વેજ વેચાણ પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે ૨૫ નવેમ્બર સાધુ વાસવાણીની જન્મ જયંતી નિમિતે નિર્દોષ પશુ-પક્ષીઓ પર દયા કરવામાં આવે અને તેને રક્ષણ આપવામાં આવે તેવી સંસ્થાએ માંગ કરી છે તા. ૨૫ નવેમ્બર ૨૦૨૬ ના રોજ બુધવારે પણ મોરબીમાં આવતા તમામ કતલખાના અને નોનવેજ વેચાણ પ્રતિબંધિત કરવામાં આવે તેવી માંગ કરી છે
