




મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ કારખાનું દિવાળીની રજાઓને કારણે બંધ હોય ત્યારે કારખાનાની બારીની ગ્રીલ તોડી કારખાનામાં મશીનરીમાં વપરાતા કેબલ વાયરની ચોરી કરી ગયા હતા અજાણ્યા ઈસમો વિરુધ્ધ ૧.૬૫ લાખની ચોરીની ફરિયાદ નોંધી પોલીસે તપાસ ચલાવી હતી જે ચોરીના ગુનામાં સંડોવાયેલ ચાર ઇસમોને ઝડપી લઈને ચોરાઉ કેબલ વાયર, બોલરો વાહન સહીત ૪.૧૧ લાખનો મુદામાલ કબ્જે લેવામાં આવ્યો છે
મોરબી રવાપર ચોકડી એવન્યુ એપાર્ટમેન્ટના રહેવાસી વૈભવભાઈ પ્રેમજીભાઈ ચાડમીયા (ઉ.વ.૨૭) વાળાએ અજાણ્યા પાંચેક ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૯-૧૧-૨૦૨૬ ના રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં અજાણ્યા ચોર ઇસમોએ કારખાનામાં પ્રવેશ કર્યો હતો લાલપર ગામની સીમમાં જુના રફાળેશ્વર જવાના રસ્તે આવેલ ફરિયાદીની ભાગીદારીવાળા કમાન્ડર સિરામિક કારખાનામાં અજાણ્યા ચોર ઇસમોએ દીવાલની લોખંડની બારીની ગ્રીલ તોડી કારખાનાના શેડમાં પ્રવેશ કર્યો હતો કારખાનાના કિલન મશીનરીમાં ઉપયોગ થતો ૩૫ એમએમ કેબલ વાયર ૬૯૨ મીટર અને ૧૫ એમએમ કેબલ વાયર અંદાજે ૧૧૫ મીટર સહીત કુલ રૂ ૧,૬૫,૦૦૦ ના કોપર વાયર ચોરી કરી ગયા હતા
મોરબી તાલુકા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ ચલાવી હતી જેમાં અર્પીઓ ભરત રમેશભાઈ ઝંઝવાડિયા, રવિભાઈ રમેશભાઈ દલસાણીયા, વિપુલભાઈ ગોરધનભાઈ કેરવાડિયા અને હાર્દિક રાજુભાઈ ડાભી એમ ચારને ઝડપી લઈને કોપર વાયર ૮૦ કિલો કીમત રૂ ૧,૦૪,૦૦૦ બોલેરો પીકઅપ જીજે ૦૮ એ ડબલ્યુ ૩૩૯૭ કીમત રૂ ૩ લાખ અને મોબાઈલ કીમત રૂ ૭૫૦૦ સહીત કુલ રૂ ૪,૧૧,૫૦૦ નો મુદામાલ કબજે લીધો છે
