મોરબી નજીક ફેબ્રીકેશન ફેકટરીમાં લાગેલી આગ પર કેવી રીતે કાબુ આવ્યો જાણો અહી

રાજકોટ,મોરબી અને ધાગ્રધા ફાયર ટીમ દોડી આવી

મોરબી-માળીયા હાઈવે પર ટીબડી પાટીયાથી આગળ આવેલ સનરાઈઝ ફેબ્રિકેશન નામના કારખાનામાં ગત રાત્રીના સમય મશીનરી વિભાગમાં શોટ સરકીટના લીધે આગ લાગી હતી અને આગ ધીરે ધીરે જ્યાં કમ્પની ત્યાર માલ જ્યાં રાખવામાં આવે આગ ત્યાં પોહચી હતી આગ ની જાણ થતા કમ્પની માંલીકો તુરતજ મોરબી ફાયર વિભાગની ટીમના જાણ કરી હતી મોરબી ફાયરના વિભાગના દીપકસિંહ જાડેજાએ તુરતજ ફાયર ટીમના વિનય ભટ્ટ ,કાર્તિક ભટ્ટ અને જયપાલસિંહ ઝાલા સાથે ૨ ફાયર ગાડી સાથે ઘટનાસ્થળે મોકલી હતી પણ આગ થોડી વારમાં તો વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાથી વધુ ૧ ફાયર ગાડી ત્યાં પોહચી હતી અને ૩ ગાડીઓ આગ પર કાબુ મેળવા પ્રયાસો શરુ કર્યા હતા પણ આગ વધુ હોવાથી રાજકોટના ૨ ફાયર અને ધાગ્ર્ધ્રા ૧ ફાયર બોલવામાં આવ્યા હતા અને ૬ ફાયરો કલાકો સુધી પાણી મારો ચલાવ્યો હતો સવારના લગભગ ૬ વાગે ૮ કલાકની મેહનત બાદ આગ કાબુમાં આવી હતી

Comments
Loading...
WhatsApp chat