મોરબી : બેંકે IPO પ્રોસેસમાં બેદરકારી દાખવી, શિક્ષકે લડત આપતા રૂ ૫૦ હજાર વળતર ચુકવ્યું

ગ્રાહકે સુરક્ષા મંડળના પ્રમુખ અને વકીલના સહયોગથી શિક્ષકે બેંકને પાઠ ભણાવ્યો

 

 

મોરબીની ખાનગી બેન્કે આઈપીઓ અરજીની પ્રક્રિયામાં કથિત બેદરકારી દાખવી હતી જેથી શિક્ષક રવિભાઈ રાજાને નાણાકીય નુકશાન થયું હતું અને રવિભાઈ રાજા દ્વારા પોતાના હક માટે કરવામાં આવેલ સતત રજૂઆત, ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતા અને રામભાઈ મહેતાની સલાહ અને નોટીસ તેમજ વકીલ આશિષ મૂલીયા દ્વારા મોકલવામાં આવેલ કાનૂની નોટીસ બાદ બેન્ક રવિભાઈ રાજાને રૂ ૫૦ હજાર વળતર આપવા માટે આગળ આવી હતી

 

પ્રાપ્ત વિગતો મુજબ શિક્ષક રવિભાઈ રાજાએ આઈપીઓ માટેની અરજી બેંકમાં સમયસર રજુ કરી હતી પરંતુ બેંક તરફથી અરજીની પ્રક્રિયામાં થયેલી કથિત બેદરકારીને કારણે અરજી સમયસર પ્રક્રિયા થઇ સકી ના હતી તેના પરિણામે રવિભાઈ રાજાને સંભવિત નાણાકીય નુકશાન થયું હતું જેથી રવિભાઈએ પોતાના હક માટે સતત અને મક્કમ રજૂઆત કરી હતી શરૂઆતમાં બેંક તરફથી સંતોષકારક ઉકેલ મળ્યો ના હતો જેથી બેંકના HR વિભાગ અને ઉચ્ચ અધિકારીઓ સ્તરે ૩૦ જેટલા ઈમેલ કરી સમગ્ર મામલે વારંવાર રજૂઆત કરી હતી અને યોગ્ય ન્યાય તેમજ વળતરની માંગ કરી હતી

 

આ મામલે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતા, રામભાઈ મહેતાએ મહત્વપૂર્ણ સલાહ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું લાલજીભાઈ મહેતા દ્વારા વકીલ આશીષભાઈ મૂલીયા દ્વારા બેંકને કાયદાકીય નોટીસ પાઠવીને રવિભાઈ રાજાના હિતમાં યોગ્ય વળતર અને ન્યાયની માંગ કરવામાં આવી હતી સમગ્ર કાર્યવાહી બાદ કોર્ટમાં કેસ દાખલ કરવામાં અવ્બે તે પહેલા જ બેન્કે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને રૂ ૫૦ હજાર વળતર ચુકવ્યું હતું

Leave A Reply

Your email address will not be published.