ગૌરવની સોનેરી ક્ષણ. એસ.એસ.સી. બોર્ડ-2026 મા મોડેલસ્કૂલ-મોટીબરારનુ ઉત્કૃષ્ટ 95.56% પરિણામ…

 

ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026 માં લેવામાં આવેલ ધોરણ -10 ની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં મોરબી જિલ્લામાં આવેલ માળીયા(મિ.)તાલુકાની મોડેલ સ્કૂલ-મોટીબરારના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પરિણામ નોંધાવ્યું છે.શાળાએ એસ.એસ.સી બોર્ડ 2026 માં 95.56% ઝળહળતું પરિણામ મેળવી સમગ્ર પંથકમાં ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

 

મેળવેલ પરિણામ મુજબ 98.82 PR સાથે ડાંગર દેવાંગીબેન પ્રથમ ક્રમાંક, 98.38 PR સાથે મોવર સલમાબેન દ્વિતીય ક્રમાંક તેમજ 97.23 PR સાથે ચાવડા સ્નેહાબેન તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરી સમગ્ર શાળા પરિવારનુ ગૌરવ વધારેલ છે. વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોના અથાગ પરિશ્રમના કારણે શાળાના બાળકોએ મેળવેલ ભવ્ય સફળતા બદલ શાળાના આચાર્ય શ્રી બી.એન.વિડજા સાહેબે મોડેલ સ્કૂલ-મોટીબરારના તમામ વિદ્યાર્થીઓને તેમજ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફને આ તકે ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે.

Leave A Reply

Your email address will not be published.