મોરબી જીલ્લાના પાંચેય તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર, મોરબી-માળિયા-વાંકાનેરમાં અઢી ઇંચ વરસાદ
ટંકારામાં બે અને હળવદમાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો




મોરબી જીલ્લામાં ગુરુવારે સવારે ૬ વાગ્યાથી શુક્રવારે સવાર સુધીમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે ગુરુવારે સાંજ સુધી વરસાદી માહોલ બાદ મોડી રાત્રીથી જીલ્લાના પાંચેય તાલુકામાં વરસાદ શરુ થયો હતો અને જીલ્લાના પાંચ તાલુકા પૈકી ત્રણમાં અઢી-અઢી ઇંચ વરસાદ અને બે તાલુકામાં બેથી સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો
મોરબી જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકના વરસાદના આંકડા જોઈએ તો માળિયા તાલુકામાં સૌથી વધુ ૬૨ મીમી, મોરબી તાલુકામાં ૬૦ મીમી, ટંકારા તાલુકામાં ૫૧ મીમી, વાંકાનેર તાલુકામાં ૬૧ મીમી અને હળવદ તાલુકામાં ૫૭ મીમી વરસાદ વરસ્યો છે બેથી અઢી ઇંચ વરસાદથી મોરબી જીલ્લામાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને આખરે સારો વરસાદ શરુ થતા નાગરિકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે