બ્રાહ્મણી ૨ ડેમનો ૧ દરવાજો ૩ ઇંચ ખુલ્લો, મચ્છુ ૩ ડેમ ૮૦ ટકા ભરાઈ જતા ૨૧ ગામોને એલર્ટ




હળવદનો બ્રાહ્મણી ૨ ડેમ ગુરુવારે જ ભરાઈ જતા ડેમનો ૧ દરવાજો ૩ ઇંચ ખોલવામાં આવ્યો હતો અને શુક્રવારે સવારની સ્થિતિએ પણ ડેમનો એક દરવાજો ખુલ્લો જોવા મળી રહ્યો છે ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ હોવાથી ડેમનો એક દરવાજો ખુલ્લો રાખવામાં આવ્યો છે અને ૪૨૧ કયુસેક ઇન્ફ્લો સામે ૪૨૧ આઉટફલો જોવા મળી રહ્યુ છે
તે ઉપરાંત મોરબીનો મચ્છુ ૩ ડેમ રૂલ લેવલ મુજબ ૮૦ ટકા ભરાઈ ગયો છે અને પાણીની આવક ચાલુ હોવાથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરરીયાત ઉભી થઇ છે જેથી સિંચાઈ યોજનાના નીચાણમાં આવતા મોરબી અને માળિયા તાલુકાના ૧૨ ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
જેમાં મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુલકા, જુના સાદુલકા, રવાપર (નદી_, ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ, સોખડા તેમજ માળિયા તાલુકાના દેરાલા, મેઘપર, નવાગામ, રાસંગપર, વીરવિદરકા, માળિયા (મી.) હરીપર અને ફતેપર એમ કુલ ૨૧ ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગ્રામજનોએ નદીના પટમાં અવરજવર નહિ કરવા સુચના આપવામાં આવી છે