

ટંકારાના લતીપર રોડ પર ધર્મજીવન કોટનની ઓફિસમાં ધમધમતા જુગાર ધામ પર રેડ કરી પોલીસે ૧૯ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ અને ૨૪ મોબાઈલ સહીત કુલ રૂ ૩.૧૦ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા છે
ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટંકારા લતીપર રોડ પર ધર્મજીવન જીન નામના કારખાનાની ઓફિસમાં આરોપી અક્ષય રસિક ગજેરા બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી ઓફિસમાં જુગાર રમતા અક્ષય રસિક ગજેરા, હેમાંગ રજનીશ ભાગિયા, વિવેક ગણેશ નમેરા, યશ ઠાકરશી ગજેરા, પ્રફુલ અમરશી ભાગિયાલ, સુભાષ ધીરજલાલ ડાકા, દર્શન મનસુખ ભાગિયા, ભાર્ગવ પ્રવીણ ભાગિયા, મિતેશ ગંગારામ નમેરા, હર્ષદ વેલજી નમેરા, હાર્દિક ભરત ભાગિયા, નીખીલ ભાવેશ નમેરા, રાજ રજનીકાંત સંઘાણી, અભિષેક લલિત પીપળીયા, મેહુલ જગદીશ દુબરિયા, કશ્યપ રસિક પટેલ, વિશાલ નાગજી ભાગિયા, આશિષ મુળજી ભાગિયા અને ચુનીલ ત્રિભોવન ભાગિયા એમ ૧૯ ને ઝડપી લઈને રોકડ રૂ ૧,૩૦,૦૦૦ અને ૨૪ મોબાઈલ કીમત રૂ ૧,૮૦,૦૦૦ સહીત કુલ રૂ ૩,૧૦,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે