મોરબીની ફેમસ પિત્ઝા ફ્રેન્ચાઇઝીસ સહીત ૧૦ સ્થળોએ ફૂડ વિભાગનું ચેકિંગ, ૧૫ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

 

મોરબી શહેરમાં ફૂડ વિભાગ ટીમ દ્વારા તહેવારોને ધ્યાને લઈને ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી જેમાં જાણીતી પીઝા ફ્રેન્ચાઇઝી સહિતના ૧૦ સ્થળોએ ફૂડ વિભાગની ટીમે ચેકિંગ કરી અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો

 

મોરબી ફૂડ વિભાગની ટીમે આજે પાપા લુઇસ, રીયલ પેપરિકા અને લાપીનોઝ પીઝા સહીત ૧૦ સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યું હતું એનલોગ ચીઝ અને પનીરનો ઉપયોગ કરનાર રેસ્ટોરન્ટ અને નાસ્તાના ધંધાર્થીઓને ત્યાં ટીમે ચેકિંગ કર્યું હતું ફ્રીજમાં સ્ટોર કરીને વાસી ખોરાક રાખીને ગ્રાહકોને પીરસવામાં આવતો હોવાનું ધ્યાને આવ્યું છે જેથી ફૂડ વિભાગ ટીમે કડક સુચના આપી છે અને ૧૫ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો

 

Leave A Reply

Your email address will not be published.