વર્ષ ૨૦૨૬-૨૭ નાં નાણાકીય વર્ષમાં ટેકસ ભરપાઈ પર ચાલુ વર્ષના મિલકતવેરા પર રીબેટ મેળવો 

            મોરબી મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષના મિલકતવેરાની ચુકવણી ઉપર મળવાપાત્ર રીબેટનો લાભ મેળવવાની અંતિમ તારીખ તા. ૩૦/૦૯/૨૦૨૬ છે. તેથી જે મિલકતધારકો દ્વારા હજુ સુધી મિલકતવેરો ભરપાઈ કરવામાં આવેલ નથી, તેઓએ તા. ૩૦/૦૯/૨૦૨૬ પહેલાં પોતાનો બાકી મિલકતવેરો ભરપાઈ કરી મળવાપાત્ર રીબેટનો લાભ મેળવી લેવો.

            મિલકતવેરો સમયસર ભરપાઈ કરવાથી મહાનગરપાલિકાને શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, રસ્તા, સ્ટ્રીટલાઈટ તેમજ અન્ય પાયાની નાગરિક સુવિધાઓ વધુ સુદૃઢ રીતે પૂરી પાડવામાં સહાય મળશે. આથી મોરબી મહાનગરપાલિકા દ્વારા તમામ મિલકતધારકોને અપીલ કરવામાં આવે છે કે, “સમયસર મિલકતવેરો ભરોરીબેટનો લાભ લોમોરબીને સ્વચ્છ, સુંદર અને વિકસિત બનાવવામાં સહભાગી બનો.

            મોરબી મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ મિલકતોનો નિયમોનુસાર ગ્રેડ નક્કી કરવામાં આવેલ છે. મહાનગરપાલિકાની https://mmcgujarat.in/

વેબસાઈટમાથી તેમજ હાલ મહાનગરપાલિકાની એપ્લીકેશન ડેવલોપમેન્ટ કરવામાં આવેલ છે. જે એપ્લીકેશન Play Store પર જઈ Morbi Municipal Corporation લખતા મોરબી મહાનગરપાલિકાના લોગોવાળી એપ્લીકેશન ડાઉનલોડ કરી પ્રોપર્ટીટેકસ અને વ્યવસાયવેરોમાં જઈ મિલકત નંબર નાખી ઓનલાઈન મિલકત વેરો અને વ્યવસાયવેરો ઓનલાઈન સરળતાથી ભરી શકાશે.

                હાલ મોરબી મહાનગરપાલિકા દ્રારા ડેવલોપમેન્ટ કરવામાં આવેલ વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન દ્રારા બહોળા પ્રમાણમાં અરજદારોએ પ્રોપર્ટી ટેકસ ઓનલાઈન ભરીને વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશનનો લાભ લીધેલ છે. વેબસાઇટ, મોબાઈલ એપ્લીકેશનના QR કોડ નીચે દર્શાવેલ છે. નાગરિકોને સુવ્યવસ્થિત અને સત્વરે સેવાઓ મળી રહે તે હેતુથી મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા તમામ મિલકતધારકો/ભોગવટેદારને જાણ કરવામાં આવેલ છે. મોરબી મહાનગરપાલિકા દ્રારા આપવામાં આવેલ રીબેટ યોજનાનો લાભ વધુમાં વધુ મિલકતધારક મેળવે તેવી અપીલ કરવામાં આવે છે.

નોંધ: રીબેટ મેળવવા માટે તા. ૩૦/૦૯/૨૦૨૬ અંતિમ તારીખ હોવાથી છેલ્લી ઘડીએ થતી ભીડ અને કોઈપણ પ્રકારની અસુવિધા ટાળવા મિલકતધારકોને વહેલી તકે મિલકતવેરો ભરપાઈ કરવા વિનંતી છે.

Leave A Reply

Your email address will not be published.