માનવતાની મહેક: વાધરવાના કાળુભાઈને ખોવાયેલ રોકડ અને ઘરેણા પરત મળ્યા

તાજેતરમાં અર્જુનનગરથી વાધરવા ગામ તરફ જતા કાચા માર્ગ પરથી રામજીભાઈ સવાભાઈ ડાંગરને એક થેલી મળી આવી હતી, જેમાં રોકડ રૂપિયા અને કિંમતી ઘરેણા હતા. કોઈપણ પ્રકારના લોભ વગર રામજીભાઈએ આ સમગ્ર મુદ્દામાલ માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં જઈને ઈમાનદારીપૂર્વક સોંપી દીધો હતો.

 

પોલીસે આ મામલે તપાસ હાથ ધરતા આ મુદ્દામાલ વાધરવા ગામના વતની અને હાલ વિજયનગર, મોરબી ખાતે રહેતા કાળુભાઈ હીરાભાઈ સોરીયાનો હોવાનું જણાયું હતું. પોલીસે ખરાઈ કર્યા બાદ રામજીભાઈની ઉપસ્થિતિમાં આ કિંમતી મુદ્દામાલ તેના મૂળ માલિક કાળુભાઈને સોંપી દીધો હતો.

Leave A Reply

Your email address will not be published.