

“આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર, મોરબી દ્વારા આપની સ્કૂલ કોલેજમાં રક્ષાબંધન ( રક્ષાકવચ, રક્ષાસૂત્ર) નાં પવિત્ર પર્વ નિમિત્તે કલાત્મક રાખડી બનાવવા ની સ્પર્ધા “આપણી સંસ્કૃતિ, આપણો વારસો. આપણી કલા , આપણી ઓળખ” નું આયોજન કરવામાં આવ્યું છે
આપની સ્કૂલ-કોલેજ માં ‘આવો રાખડી બનાવીએ, સ્વનિર્ભર બનીએ ‘ સ્પર્ધા નું આયોજન કરી શકીએ, રાખડી બનાવવા જરૂરી વસ્તુઓ તથા બનાવતાં શિખવતાં સ્પર્ધકો પ્રથમ, દ્વિતીય, તૃતિય નો વિડીઓ તા.28 ઓગસ્ટ સાંજે 6:00 સુધી માં મોબાઈલ વૉટસેપ નં.98249 12230 / 97279 86386 પરમોકલી આપો, તેમને સિલ્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.
રાખડી બનાવીએ સ્પર્ધાની શ્રેષ્ઠ કલાકૃતિ નાં સર્જન બદલ સિલ્ડ તથા પ્રમાણપત્ર આપવામાં આવશે. કેટેગરીમાં શ્રેષ્ઠ સ્પર્ધકોનાં વિડીયો “આર્યભટ્ટ “લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી” ની બધા જ વિજ્ઞાન ગૃપ પરથી જોઈ તમે પણ રાખડી બનાવી આત્મ નિર્ભર બની શકો છો
આવો ‘રાખડી બનાવીએ સ્વનિર્ભર બનીએ’ સ્પર્ધાઓની માહિતી આપનાં મિત્ર-સર્કલ તથા અન્ય ગૃપ માં પણ મોકલવા વિનંતિ.
આભાર સહ ધન્યવાદ
દીપેનભાઈ ભટ્ટ
મુખ્ય સંયોજક મોરબી જીલ્લા
“ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ( ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર) ગાંધીનગર” પ્રેરિત ” આર્યભટ્ટ ” લોક વિજ્ઞાન કેન્દ્ર, ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ રૂમ નં. 202, 203 મોરબી