મોરબીના વનાળીયા ગામની સીમમાંથી ૧૪૭ મીટર કોપર કેબલ વાયરની ચોરી

 

મોરબી પંથકમાં પાણીની મોટરમાંથી કોપર કેબલ વાયરની ચોરી કરતી ગેંગ સક્રિય બની હોય તેમ અગાઉ ટંકારા બાદ હવે મોરબીના વનાળીયા ગામની સીમમાં ખેડૂતોની મોટરમાંથી ૧૪૭ મીટર કેબલ વાયરની અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી ગયા હતા પોલીસે રૂ ૧૦ હજારના મુદામાલની ચોરી મામલે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

મોરબીના વનાળીયા ગામે રહેતા સુમારભાઇ જુસબભાઈ સુથાએ અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૪ ઓગસ્ટના રાત્રીથી તા. ૧૫ ઓગસ્ટના વહેલી સવાર દરમીયાન વનાળીયા ગામની સીમમાં ફરિયાદી અને અન્ય ખેડૂતોની ખેતીના પિયત માટે નદીના પટમાં રાખેલ પાણીની મોટરના કોપરના કેબલ વાયર અને ગામની દરગાહ બહાર રાખેલ મોટરના કોપર કેબલ વાયર મળી અંદાજે ૧૪૭ મીટર કીમત રૂ ૧૦,૨૯૦ ની ચોરી અજાણ્યા ઈસમો કરી ગયા છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.