મોરબીના કાયાજી પ્લોટમાંથી જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબીનાં કાયાજી પ્લોટ મેઈન રોડ પર જુગાર રમતા પાંચ જુગારીઓને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કાયાજી પ્લોટ મેઈન રોડ પરથી જુગાર રમતા સુમીત ભીખાભાઇ મેવાડા, અર્જુન રમેશભાઇ ગોહીલ, જયદેવ સહદેવભાઇ સોલંકી, તોફીક યુસુફભાઇ કાસમાણી અને દશરથ ચંદુભાઇ કુડેચા નામના પાંચ શખ્સોને ૩૧૫૦ રોકડ સાથે ઝડપી લીધા છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પાંચેય શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.