


આમ તો વૈશાખ માસ એટલે લગ્નસરાની મોસમ કહેવાય છે એમાય વળી હાલના સમયમાં સમૂહલગ્નના આયોજન વધી રહ્યા છે. વિવિધ સમાજ દ્વારા સમૂહલગ્નોત્સવ ના આયોજન કરીને બિનજરૂરી ખર્ચ અટકાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે જોકે આજે મોરબીમાં યોજાયેલા સમૂહલગ્નોત્સવમાં કઈક નવીન હતું જે અગાઉ ક્યારેય બન્યું ન હતું.
મોરબીના ફ્રીડમ ફાઉન્ડેશન દ્વારા તેમજ વાત્સલ્ય એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી આજે મોરબી ખાતે કન્યાદાન (સમુહલગ્ન) નું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું જોકે સામાન્ય રીતે સમૂહલગ્નોત્સવનું સંચાલન પુરુષો કરતા હોય છે પરંતુ આ સમૂહ લગ્નનું આયોજન અને સમગ્ર સંચાલન મહિલાઓની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ દાતાના સહયોગથી સમૂહલગ્નમાં જોડાનાર તમામ ૯ દીકરીના કન્યાદાન કરીને જીવનજરૂરી ચીજ વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. નારીશક્તિને ઉજાગર કરતા આ સમારોહમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓએ પણ હાજરી આપી હતી તેમજ મહિલા ટીમને સફળ સંચાલન બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા.

