

મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલી લોટસ 158 સોસાયટીમાં આજે આગ લાગી હતી સોસાયટીના મીટર બોક્સમાં બપોરે કોઈ કારણોસર આગ લાગતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી સમયસર આગ પર કાબુ મેળવી લેતા સોસાયટીના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો


