

મોરબીનાં વનાળીયા ગામે પ્રાથમીક શાળા પાછળ જાહેરમાં જુગાર રમતા બે યુવાનને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન વનાળીયા ગામે પ્રાથમીક શાળા પાછળ જુગાર રમતા સાહીલ આદમભાઇ સુમરા ઉ.વ.૨૫ અને જાવેદ હનીફભાઇ સુમરા ઉ.વ.૧૯ નામના બે જુગારીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી લઇ ૩૧૦૦ રૂપિયા કબજે કરી આગળની કાર્યવાહી આગળ ધરી છે.


