ટંકારાના ધ્રુવનગર નજીક ટ્રક અને કાર અથડાતા પિતા-પુત્રને ઈજા પહોંચી

 

મોરબી રાજકોટ હાઈવે પર ધ્રુવનગર ગામ નજીક ટ્રક ચાલકે અચાનક વણાંક લેતા કાર સાથે ટક્કર થઇ હતી જે અકસ્માતમાં કારમાં સવાર યુવાન અને તેના પિતાને ઈજા પહોંચી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

રાજકોટ સોની બજારમાં રહેતા પ્રિયંક પંકજભાઈ માંડલિયા (ઉ.વ.૨૧) નામના યુવાને ટ્રક જીજે ૧૪ ઝેડ ૨૦૨૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી પોતી કાર જીજે ૩૬ એલ ૪૪૭૩ લઈને રાજકોટથી મોરબી જતા હતા ત્યારે ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામ નજીક ટ્રક જીજે ૧૪ ઝેડ ૨૦૨૩ ના ચાલકે રોડની ડાબી બાજુથી કોઇપણ સિગ્નલ કે ઈશારો કર્યા વગર અચાનક જમણી બાજુ વાળી લેતા ફરિયાદીની કાર ટ્રકના જમણી બાજુએ અથડાઈ હતી જે અકસ્માતમાં ફરિયાદી પ્રિયંકને હાથ અને છાતીમાં મુંઢ ઈજા તેમજ પિતા પંકજભાઈને હાથ, પગના ભાગે ફ્રેકચર જેવી ગંભીર ઈજા અને શરીરે મુંઢ ઈજા કરી પોતાનો ટ્રક મૂકી ચાલક નાસી ગયો હતો ટંકારા પોલીસે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.