


મોરબી રાજકોટ હાઈવે પર મીતાણા ગામ નજીક પગપાળા ચાલીને જતા ૬૮ વર્ષીય વૃદ્ધને પુરપાટ જતી કારના ચાલકે અડફેટે લીધા હતા જે અકસ્માતમાં વૃદ્ધને કપાળે તેમજ ડાબા હાથમાં અને ડાબા પગમાં ઈજા પહોંચી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
ટંકારા તાલુકાના મીતાણા ગામે રહેતા ભગવાનજીભાઈ સીદાભાઇ ગોગરા (ઉ.વ.૬૮) નામના વૃદ્ધે કાર જીજે ૧૦ બીઆર ૯૯૪૪ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ભગવાનજીભાઈ ગોગરા મીતાણા નજીક આવેલ ફ્લેવર બાઈટ કારખાનામાં બગીચાની દેખરેખનું કામ કરતા હોય ગત તા. ૦૮ ના રોજ ફરિયાદી સવારના આઠેક વાગ્યે કારખાને જવા ઘરેથી નીકળ્યા હતા અને રોડ પર પગપાળા ચાલીને જતા હતા
ત્યારે કાર જીજે ૧૦ બીઆર ૯૯૪૪ ના ચાલકે પુરઝડપે કાર ચલાવી ભગવાનજીભાઈ ગોગરાને ઠોકર મારી હતી જે અકસ્માતમાં ફરિયાદીને કપાળ તેમજ ડાબા હાથમાં ઈજા કરી હતી અને ડાબા પગમાં ફ્રેકચર જેવી ઈજા કરી હતી ટંકારા પોલીસે કાર ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
`