




વાંકાનેર સીટી વિસ્તારમાંથી દેશી દારૂની હેરાફેરી કરનાર ત્રણ ઇસમોને ઝડપી લઈને એલસીબી ટીમે એક બોલેરો ગાડી અને એક કિયા સોનેટ કાર એમ બે કાર સાથે ૬૦૦ લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત કરી કુલ રૂ ૧૪.૩૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે
મોરબી એલસીબી ટીમ વાંકાનેર પંથકમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે વાંકાનેર બાઉન્ડ્રી બાજુથી બોલેરો પીકઅપમા દેશી દારૂ ભરીને પોતાની કિયા સોનેટ કાર વડે પાયલોટીંગ કરી વાંકાનેરથી રાતીદેવડીથી મોરબી તરફ જવાની હોય જે બાતમીને પગલે મોરબી એલસીબી ટીમે વોચ ગોઠવી હતી અને બંને ગાડી મળી આવતા ચેક કરતા દેશી દારૂ ૬૦૦ લીટર મળી આવ્યો હતો જેથી પોલીસે ૬૦૦ લીટર દેશી દારૂ કીમત રૂ ૧,૨૦,૦૦૦, બોલેરો પીકપ જીજે ૩૬ વી ૩૫૪૮ કીમત રૂ ૫ લાખ, કિયા સોનેટ કાર જીજે ૩૬ એઆર ૩૧૬૭ કીમત રૂ ૮ લાખ અને મોબાઈલ બે કીમત રૂ ૧૦,૦૦૦ સહીત કુલ રૂ ૧૪,૩૦,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે
એલસીબી ટીમે આરોપીઓ અરવિંદ મુકેશ સોલંકી, શની શાંતિલાલ કડેવાર રહે બંને શનાળા ગામ લાયન્સનગર પાસે મોરબી અને પ્રકાશ જયંતી કુંઢીયા રહે ભીમસર ગામ મોરબી ૨ એમ ત્રણ આરોપીઓને ઝડપી લઈને મુદામાલ વાંકાનેર સીટી પોલીસ મથકમાં સોપી પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
