

અવની ચોકડી પાસે ઉમા પાર્ક સોસાયટીમાં ૬૬ વર્ષીય વૃદ્ધા છઠ્ઠા માળે કપડા સૂકવવા ગયા હતા અને કોઈ કારણોસર અગાસી પરથી પડી જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું
મોરબીની ઉમા પાર્ક સોસાયટીના રહેવાસી ધનગૌવરીબેન ચંદુલાલ ઘૂમલીયા (ઉ.વ.૬૬) નામના વૃદ્ધા ગત તા ૩૦ ના રોજ સવારના સમયે છઠ્ઠા માળે કપડા સૂકવવા અગાસી પર ગયા હતા અને કોઈ કારણોસર અગાસી પરથી નીચે પડતા હાથ તેમજ શરીર અને માથામાં ઈજા પહોંચતા મોત થયું હતું સીટી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

