સરતાનપર ગામની સીમમાં પાણીના તલાવડામાં ડૂબી જતા યુવાનનું મોત

 

સરતાનપર ગામની સીમમાં આવેલ ખાણ (પાણીના તલાવડા) માં પગ લપસી જતા પાણીમાં ડૂબી જતા ૪૦ વર્ષીય યુવાનનું મોત થયું હતું

 

મૂળ અરવલ્લી જીલ્લાના વતની હાલ વાંકાનેર સરતાનપર રોડ પર રોલસ્ટોન પોલી બ્લાસ્ટ કારખાનામાં કામ કરતા કલ્પેશભાઈ દિનેશભાઈ હોથા (ઉ.વ.૧૮) નામના યુવાન ગત તા. ૨૯ ના રોજ સરતાનપર ગામની સીમમાં આવેલ સિરામિક પાછળ પાણીના તલાવડામાં અકસ્માતે પગ લપસી જતા પાણીમાં ડૂબી જતા મોત થયું છે વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.