વીરપર ગામે બીમાર સાસુની સેવાથી થાકી ગયેલ પુત્રવધુ દવા પી લેતા મોત

          વીરપર ગામના રહેવાસી ૩૭ વર્ષીય પરિણીતાના સાસુ પથારીવશ હોય અને તેની સેવા ચાકરી કરી થાકી જતા પરિણીતાએ ઘઉંમાં નાખવાનો પાવડર પાણીમાં ઓગાળી પી લેતા મોત થયું હતું

 

          ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતા નેહલબેન રાજેશભાઈ બાવરવા (ઉ.વ.૩૭) નામના પરિણીતા ગત તા. ૨૫ ના રોજ પોતાના ઘરે ઘઉંમાં નાખવાનો પાવડર પાણીમાં ઓગાળીને પી લેતા મોત થયું હતું પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતકના સાસુ જબુબેનને હાર્ટએટેક હુમલો આવ્યો હતો અને હાથ પગમાં સોજા રહેતા હોવાથી એક વર્ષથી પથારીવશ હતા જેની સેવા ચાકરી કરતા હતા અને ક્યાય બહારગામ જઈ સકતા ના હતા જેથી સતત વિચારવાયુને કારણે ડીપ્રેશનમાં આવી જતા પગલું ભરી લીધાનું ખુલ્યું છે

Leave A Reply

Your email address will not be published.