મકનસર ગામે ઘરના ભો ટાંકામાં પડી જતા પાણીમાં ડૂબી જતા પરિણીતાનું મોત

 

મકનસર ગામમાં રહેતા ૨૯ વર્ષીય પરિણીતા પોતાના ઘરમાં બનાવેલ ભો ટાંકામાં અકસ્માતે પડી જતા ડૂબી જતા મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મકનસર ગામના રહેવાસી ટમુબેન સાગરભાઈ ખાંભલા (ઉ.વ.૨૯) નામની પરિણીતા પોતાના ઘરમાં બનાવેલ પાણીના ભો ટાંકામાં અકસ્માતે પડી જતા ડૂબી જતા મોત થયું હતું મૃતકનો લગ્નગાળો ૧૦ વર્ષનો હોવાનું અને સંતાનમાં બે બાળક હોવાનું જાણવા મળ્યું છે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.